Monday, February 9, 2026
Homeಟಾಪ್ ನ್ಯೂಸ್કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મુકામે સમસ્ત કોળી...

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મુકામે સમસ્ત કોળી સમાજએજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ સંખ્યામાં સમાજના દેશભરમાંથી આગેવાનો સાથે મિટિંગ

https://photos.app.goo.gl/KHfR77jguEnTfNoPA

સમસ્ત કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત ગાંધીનગર સેક્ટર 12, ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ મુકામે તારીખ 14 /7/25 ને સોમવારે ગુજરાત ભરના આશરે 30 જિલ્લામાંથી સમસ્ત કોળી સમાજના ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, માજી સંસદ સભ્યશ્રીઓ તેમજ સમસ્ત કોળી સમાજ ના આગેવાનો અને ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ઓ અને દાતાશ્રીઓ પધારેલ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ના ઘનશ્યામ શેરજી, ટી સી શાક્યવાલ, મોહિની શાક્યવાલ, સુખરામ કોલી, અર્જુન શાક્યવાલ, રોનીજી, ડી કે માહોર, સોનેશ્વર કાલિતા,અમરીશજી અલગ અલગ રાજ્યના કોળી સમાજના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય હોદ્દેદારોની સવિશેષ ઉપસ્થિત રહેલ સાથોસાથ ઠાકોર સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમગ્ર ગુજરાતમાં સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ લાંબા સમય પછી એક મંચ ઉપર સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવાના આ ભગીરથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઠાકોર સમાજના સૌ આગેવાનોએ વર્ષોથી ગાંધીનગર શિક્ષણના કાર્યમાં કાર્યરત છે તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ મહાનુભાવો ઉપસ્થિત રહીને આગામી દિવસોમાં ગુજરાત માં માં ગાંધીનગર અમદાવાદ મુકામે સમસ્ત કોળી સમાજના દીકરા, દીકરીઓ માટે એક ઉત્તમ પ્રકારનું શિક્ષણનું મંદિર(શિક્ષણ ભવન) સાકાર થવા જઈ રહ્યું છે તેમાં સૌ સમાજના નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ મા. શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ તેમજ ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રી ઓ ભગવાનજીભાઈ કરગટીયા, પરસોત્તમભાઈ સાબરીયા, અશોકભાઈ રાઠોડ, સુરેશભાઈ ધરજીયા, કાંતિભાઈ ચૌહાણ, રમેશભાઈ બાવળીયા, સરદારસિંહ બારૈયા તેમજ શંકરભાઈ વેગડ, કાળુભાઈ ડાભી, હીરાભાઈ સોલંકી, દેવાભાઈ માલમ,

https://photos.app.goo.gl/KHfR77jguEnTfNoPA

નટુજી ઠાકોર, જયસિંહ ચૌહાણ, પુંજાજી ઠાકોર, લાલજીભાઈ મેર, દેવજીભાઈ ફતેપુરા, હરિભાઈ પટેલ વગેરે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયેલ આ કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના સેક્રેટરી શ્રી સુરેશભાઈ ધરજીયા દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ સચિવાલય મુકામે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબની આગેવાનીમાં તેમજ સમાજના માજી સાંસદ અને ધારાસભ્યશ્રીઓ ની આગેવાનીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરીને સમસ્ત કોળી સમાજનું શિક્ષણ ભવન બનાવવા માટે સરકાર દ્વારા ઝડપથી જમીન ફાળવવામાં આવે તેવી સૌ મહાનુભવોએ રજૂઆત કરેલ તેના જવાબમાં મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાતરી આપેલ કે સમસ્ત કોળી સમાજે શિક્ષણ ભવન બનાવવા માટે જે જમીનની માંગણીની રજૂઆત કરેલ છે તે જમીન કરતાં પણ વધારે જમીનની જરૂરિયાત હોય તો સરકાર તરફથી આપવાની મુખ્યમંત્રી દ્વારા બાંહેધરી આપવામાં આવેલ આ તકે ઉપસ્થિત સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ.

ಹೆಚ್ಚಿನ ಸುದ್ದಿ